મહાસુદ પૂનમે રવિવારે બપોરે મહાપ્રસાદનું જાહેર આમંત્રણ મોરબી : જિલ્લાના વાંકડા ગામે શ્રી રોકડનાથ મહાવીરની જગ્યામાં તારીખ 8 ફેબ્રુઆરીને શનિવારે રાત્રે 10 કલાકે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં જયશ્રીદાસ માતાજી તથા જયદીપ સોની વેગડ સાઉન્ડના સથવારે ભજનની રમઝટ બોલાવશે. આ ઉપરાંત મહાસુદ પૂનમ તારીખ 9/2/20ને રવિવારે બપોરે 11:30 કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું છે. ગુરુજીની 55મી પુણ્યતિથિ નિમિતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંત શ્રી ઉદાસી હરિપ્રકાશજી તથા મહા પ્રસાદના દાતા ચતુરભાઈ કુંવરજીભાઇ ફુલતરિયાએ આમંત્રણ પાઠવ્યું છે.