16 જુલાઈએ મહેન્દ્રપરાથી નીકળી દરબારગઢ પહોંચશે રથયાત્રા: ડાક ડમરુની રમઝટ અને મહાઆરતીનું આયોજનમોરબી : મોરબીમાં ભરવાડ અને રબારી સમાજના એકતાના પ્રતીક સમાન મચ્છુ માતાજી તેમજ પુનિયા મામાના પ્રાગટ્યદિન નિમિત્તે આગામી અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 16-07-2026, ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે મચ્છુ માતાજીની જગ્યા, મહેન્દ્રપરા શેરી નંબર 17, મોરબી ખાતેથી આ ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન થશે.સાંસ્કૃતિક રમતો અને રાસ રમઝટનું આકર્ષણઆ રથયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈને કોઠાવાળા મચ્છુ માતાજી મંદિર, દરબારગઢ ખાતે પહોંચશે. રથયાત્રા દરમિયાન યુવક-યુવતીઓ દ્વારા દાંડિયારાસ, હુડો અને વિવિધ સાંસ્કૃતિક રમતોની પ્રસ્તુતિ કરવામાં આવશે. શોભાયાત્રામાં રાસ રમઝટ માટે ગોપાલ ભરવાડ એન્ડ ગ્રુપ, ભાવેશ ભરવાડ, મનીષાબેન ભરવાડ, સંજયભાઈ ભરવાડ અને કૌશિક અલગોતર સુર રેલાવશે. ભવ્ય મહોત્સવમાં વિવિધ દાતાઓ દ્વારા બગી, સાઉન્ડ સિસ્ટમ, વીડિયો શૂટિંગ, ચા-પાણી તેમજ પ્રસાદની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી છે.સંત દર્શન, ડાક ડમરુની રમઝટ અને મહાઆરતીઆ મહોત્સવમાં ઝાલાવાડા દેવ - ગ્વાલીનાથ મહાદેવ ગામ થરા (બનાસકાંઠા) ના 1008 મહામંડલેશ્વર ઘનશ્યામપુરીજી મહારાજ, દેવાભગત સુરાભગત (ઠાકર મંદિર વેજલપર), રતનપુરીજી કેદારપુરીજી રાણાબાપા આશ્રમ માથક, મહેશપુરીજી (મુન્નાબાપુ - શિવપુરીધામ દ્વારકા) અને રોહિતપુરીજી (પાપનાસણા ઠાકોર મંદિર તરણેતર) સહિતના સંતો ઉપસ્થિત રહી દર્શન આપશે.તારીખ 16-07-2026ના રોજ રાત્રે 10:00 કલાકે મચ્છુ માતાજીનું મંદિર, મચ્છુ બારી, દરબારગઢ ખાતે ડાક કલાકાર સંજયભાઈ બુઘેલ દ્વારા ડાક ડમરુની રમઝટ બોલાવાશે. આ ઉપરાંત સાંજે 7:00 કલાકે ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું છે, જેનું શક્તિ ડિજિટલ યુટ્યુબ ચેનલ પર પ્રવિણભાઈ ધાંગિયા દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવશે. રથયાત્રામાં જોડાનાર તમામ માઈભક્તો માટે મહાપ્રસાદ (ફરાળી)ની વ્યવસ્થા રાખવામાં આવી છે.ટ્રસ્ટ દ્વારા હિસાબ જાહેર કરાયોકોઠાવાળા મચ્છુ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ (રજી. નંબર: ઈ-1459 મોરબી) દ્વારા આ તકે આવકનો હિસાબ પણ જાહેર કરાયો છે. જેમાં તારીખ 01-06-2026 સુધીની સીલક 40,00,000 રૂપિયા હતી, જેમાં 2026 સુધીમાં 9,41,300 રૂપિયાનો વધારો થતાં હવે કુલ સીલક 49,41,300 રૂપિયા થઈ છે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા મચ્છુ મિત્ર મંડળ સમસ્ત ભરવાડ સમાજના કિશનભગત દેવાભગત ગોલતર, ગાંડુભગત બિજલભગત ગોલતર સહિતના અગ્રણીઓ અને યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Rathyatra #MacchhuMataji #AshadhiBeej #BharwadSamaj #RabariSamaj #MorbiFestival #MahaAarti #DakDamru