મોરબી: જેતપર ગામે બાલાજી ગ્રુપ તથા જેતપર ગામ સમસ્ત દ્વારા જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ અને શ્રીકૃષ્ણ જન્મમોત્સવની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૧૬/૦૮/૨૦૨૫ ને શનિવાર (ગોકુળ આઠમ)ના રોજ ભવ્ય રથયાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ ધામધૂમથી ઉજવાશે. રામજી મંદિર ચોકડીથી બપોરે ૩:૦૦ કલાકે રથયાત્રાનું પ્રસ્થાન થશે. ત્યારે આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા અને બાળ-કૃષ્ણ ભક્તિનો અનેરો આનંદ માણવા માટે પરિવાર સહિત પધારવા આયોજકો દ્વારા સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.