આજે ચૈત્રી નવરાત્રીના અંતિમ દિવસે પણ રાત્રે 09:00 કલાકે મહાઆરતી અને 09:15 થી 10:30 સુધી સનાતન અને વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસ-ગરબાની ભવ્ય રમઝટ બોલશેમોરબી : ચૈત્રી નવરાત્રી એ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ માનવજાત માટે આત્મજાગૃતિ, આંતરિક ઉર્જા અને દિવ્ય શક્તિના સાક્ષાત્કારનો એક સુવર્ણ અવસર છે. આ પાવન અવસરે મોરબીના રવાપર રોડ પર આવેલ શક્તિ પાર્ક સોસાયટી અને અવની રોડ વિસ્તારમાં સનાતન વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતા ‘ચૈત્રી નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 19 માર્ચથી શરૂ થયેલા ચૈત્રી નવરાત્રી મહોત્સવમાં દરરોજ રાસ-ગરબાની રમઝટ બોલે છે. ત્યારે આજે આ ઉજવણીનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસે પણ બહોળી સંખ્યામાં ભક્તો રાસ-ગરબાની રમઝટ બોલાવશે.ભક્તિમય આયોજન અને સમયરવાપર ગામે ગોલ્ડન માર્કેટ પાછળ, લક્ષ્મીનગર સોસાયટીમાં આવેલ એન્જલ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં આ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અહીં પ્રતિદિન રાત્રે 09:00 કલાકે મહાઆરતી યોજાય છે અને ત્યારબાદ રાત્રે 09:15 થી 10:30 સુધી આપણી સનાતન અને વૈદિક પરંપરા અનુસાર સાંસ્કૃતિક રાસ-ગરબાની ભવ્ય રમઝટ બોલાવવામાં આવે છે. આ ભક્તિમય વાતાવરણમાં સમગ્ર વિસ્તાર ઊર્જાવાન બની ગયો છે. ત્યારે આજે આ ચૈત્રી નવરાત્રિનો અંતિમ દિવસ હોય આજે પણ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.પ્રાચીન સંસ્કૃતિ અને વેશભૂષાનો સમન્વયઆપણી મૂળભૂત ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસરૂપે, આસપાસના વિસ્તારની દીકરીઓ અને માતૃશક્તિ (બહેનો) પારંપરિક અને પ્રાચીન વેશભૂષામાં સજ્જ થઈને ગરબાના તાલે આનંદથી ઝૂમી ઊઠે છે. પ્રાચીન વેશભૂષા અને અર્વાચીન રાસ-ગરબાનો આ સમન્વય નવી પેઢી સુધી આપણી ભવ્ય પરંપરા પહોંચાડવાનો એક સરાહનીય પ્રયાસ છે.મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામનું માર્ગદર્શનવલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક મહાપાત્રના પ્રેરણાદાયક માર્ગદર્શન હેઠળ આ વર્ષે ચૈત્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મા વિશ્વંભરી તીર્થધામ સનાતન વૈદિક સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે એક મજબૂત સેતુરૂપ બનીને લોકજીવનને ધન્ય બનાવી રહ્યું છે. આ ધામ દ્વારા પાઠશાળા, શિવ દર્શન, ગોવર્ધન પર્વત, પંચવટી, વૈકુંઠ ધામ અને યજ્ઞશાળા જેવા સ્થાનો દ્વારા ધર્મનો પ્રચાર કરવામાં આવે છે.વિશ્વભરમાં ગુંજઆ વર્ષે ચૈત્રી નવરાત્રીના આ નવ દિવસોની ભવ્ય ઉજવણી માત્ર ભારતવર્ષ પૂરતી સીમિત રહી નથી, પરંતુ વિશ્વભરના અનેક દેશો, શહેરો, ગામો અને સોસાયટીઓ સુધી આ દિવ્ય મહોત્સવનો વ્યાપ વધ્યો છે. ગામોગામ આવા સાંસ્કૃતિક આયોજનના માધ્યમથી આ ધામ સમગ્ર વિશ્વમાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિને ગૌરવભેર ઉજાગર કરી રહ્યું છે.#Morbi #MorbiUpdate #Navratri2026 #ChaitriNavratri #VishwaAmbariDham #SanatanSanskriti #GujaratNews #Devotion #Culture