ઘર અને પંડાલોમાં શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ દાદાની સ્થાપના-આરાધના ટંકારા : ટંકારામાં રિદ્ધિ-સિદ્ધિના સ્વામી ગૌરીનંદન દુંદાળા ગણેશજીના ઉત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. શેરી અને મહોલ્લામાં કોરોના પગલે સરકારની ગાઈડલાઈન મુજબ પંડાલ ઉભા કરાયા છે. પંડાલો વિધ્નહર્તાની જયના નાદથી ગુંજી ઉઠ્યા છે. એકદંતાય વિધ્નહર્તા ગણેશના ઉત્સવને લઈ ટંકારા જાણે મુંબઈમાં રૂપાંતરીત કરી દેવામાં આવ્યુ હોય તેવુ જોવા મળી રહ્યું છે. ટંકારા તાલુકાના ગામડા અને શહેરોમાં મહોલ્લા, ઘર અને પંડાલોમાં શ્રધ્ધા અને હર્ષોલ્લાસ સાથે ગણપતિ દાદાની સ્થાપના-આરાધના શરૂ થઈ ગઈ છે. દેશની માયાનગરી મુંબઈ બાદ ગુજરાતની મેગા સિટીથી નાના શહેરો અને ગામડાઓમાં પણ ગણેશ મહોત્સવ પહોંચી ગયો છે. ટંકારાના ઘેટીયા વાસ, મકનાની શેરી, લક્ષ્મી નારાયણ શેરી નં. 6 સહીત નેકનામ, જબલપુર સહિત નાનામાં નાના ગામડે પણ ગણેશજીની વિધીવત સ્થાપન કરવામાં આવી છે. દુંદાળા દેવ નિત્ય સવારે અને રાત્રે મહાઆરતી, શૃંગાર, મહાપ્રસાદ, સેવા-પુજા સહીતની મહેમાનગતી ટંકારામાં પણ માણશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના વાઈરસને પગલે નિયમો પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..