મોરબી: મોરબી જિલ્લાના સાપર ગામે આગામી સમયમાં ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. લકુલીશ ગુરુ પરંપરાના રાજર્ષિ મુનિજીની જન્મભૂમિ એવા સાપર મુકામે 'શ્રી ગુરુ મૂર્તિ સ્મૃતિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ' નું અત્યંત ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.નગરયાત્રા અને પાટોત્સવનું આયોજનઆ મહોત્સવ અંતર્ગત સાપર ખાતે બિરાજતા ત્રિદેવ મંદિર તથા રાજબાઈ માં ના મંદિરનો 19મો વાર્ષિક પાટોત્સવ પણ ઉજવવામાં આવશે. જેમાં તારીખ 07/03/2026 ને શનિવારના રોજ ભગવાન અને ગુરુમૂર્તિની ભવ્ય નગરયાત્રા યોજાશે. આ નગરયાત્રા જેતપર દાદાએથી શરૂ થઈ અણીયારી, સાપર, વાઘરવા, પીલુડી અને જસમતગઢ થઈને પુનઃ સાપર મુકામે પહોંચશે.મૂર્તિ પ્રતિષ્ઠા અને મહાપ્રસાદતારીખ 08/03/2026ને રવિવારના રોજ શુભ ચોઘડિયે શ્રી રાજર્ષિ મુનિજીની મૂર્તિ અને સ્મૃતિ મંદિરની શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ પ્રસંગે પધારેલા સંતો-મહંતોના આશીર્વચનનો લ્હાવો પણ ભક્તોને મળશે. તેમજ રવિવારે બપોરે 12:00 કલાકે સમસ્ત ભકતો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.સમસ્ત સાપર ગામમાં ઉત્સાહનો માહોલઆ મંગલમય પ્રસંગે શિવ લકુલીશ દાદાની પરંપરાને જીવંત રાખવા માટે સમસ્ત સાપર ગામ પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આનંદાચાર્ય (મનહરસિંહ જાડેજા), સરપંચ રવિરાજસિંહ જાડેજા તથા ગામના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.