મોરબી : મોરબીના વી.સી.પરા વિસ્તારમાં કાલે બુધવારના રોજ શ્રી સ્મશાનની મેલડી માતાજીના સાનિધ્યમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાપ્રસાદ, મહાઆરતી અને રાત્રે ડાક ડમરુની રમઝટ બોલાવવામાં આવશે.ધાર્મિક કાર્યક્રમોની વિગતમળતી માહિતી મુજબ, બુધવાર, તા. 11-02-2026 ના રોજ શ્રી સ્મશાનની મેલડી માતાજીના ભયરૂ નિમિત્તે આ મંગલમય આયોજન કરાયું છે. કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે: મહાપ્રસાદ: સાંજે 05:30 કલાકે મહાઆરતી: સાંજે 05:30 કલાકે ડાક ડમરુ: રાત્રે 09:00 કલાકેલોકસાહિત્ય અને ભક્તિની જમાવટઆ પ્રસંગે રાત્રે યોજાનાર ડાક ડમરુના કાર્યક્રમમાં જાણીતા ડાક કલાકાર મગનભાઈ કુંઢીયા પોતાની આગવી શૈલીમાં માતાજીના ગુણગાન ગાશે. આ ધાર્મિક મહોત્સવનું આયોજન હિતેશભાઈ ભુવા (મો. 98259 41005) તથા સ્મશાનના અઢીઆકડી મેલડી માતાજીના સેવકગણ દ્વારા કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે માતાજીના આશીર્વાદ તેમજ પ્રસાદ લેવા માટે તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.