મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ઠેર ઠેર ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલા રાધા પાર્કમાં ગણેશ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. રાધા પાર્કમાં વિશાળ ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો છે. જેમાં ઉંચી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ગણેશ પંડાલમાં લાઈટો અને ફૂલોથી સજાવટ કરવામાં આવી છે. રાધા પાર્કમાં બિરાજમાન ગણેશજીની દરરોજ આરતી કરવામાં આવી રહી છે અને પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાધા પાર્ક અને આસપાસની સોસાયટીના લોકો આ ગણેશજીના દર્શન અને આરતીનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી રહ્યા છે.