પોલીસ કર્મીઓએ ટ્રાફિક નિયમોના પાલન માટે શપથ લીધા: વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા નાગરિકોને અપીલમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં માર્ગ સુરક્ષા અને સલામતી સપ્તાહ અંતર્ગત લોકોમાં અને પોલીસ પરિવારમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા એક 'અવેરનેસ બાઈક રેલી' નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ પહેરીને મોટરસાયકલ અને સ્કૂટર પર સવાર થઈને શહેરના માર્ગો પર જનજાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા બાદ આ રેલી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને પૂર્ણ થઈ હતી. જ્યાં તમામ પોલીસ કર્મચારીઓએ પોતે પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દિન-પ્રતિદિન રોડ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. લોકો રોડ અકસ્માતનો ભોગ ન બને, કોઈના જીવ ન જાય કે કોઈને ગંભીર ઈજાઓ ન થાય તે માટે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવા, કારમાં સીટબેલ્ટ બાંધવા અને ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાતચીત ન કરવા મોરબીના નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે.વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ટ્રાફિક નિયમ ભંગ બદલ જે દંડ વસૂલવામાં આવે છે, તે પોલીસ પોતાના ખિસ્સામાં નથી રાખતી. આ દંડની રકમ ટ્રાફિક નિધિમાં જમા થાય છે અને તેનો ઉપયોગ આવા જાગૃતિના કાર્યક્રમો તેમજ રોડ સલામતીના કાર્યો માટે જ કરવામાં આવે છે. જેથી નાગરિકોએ દંડથી બચવા નહીં, પરંતુ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે સ્વયંભૂ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ.#Morbi #MorbiPolice #TrafficAwareness #RoadSafety #BikeRally #ADivisionPolice #MorbiNews #MorbiUpdates #GujaratPolice