હડમતીયા : સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજના ગુરૂ દ્વાર અને આસ્થાના કેન્દ્ર એવા હડમતીયા સ્થિત નકલંકધામ ખાતે ગુરૂ શ્રી પ્રેમદાસબાપુના પાવન સાનિધ્યમાં આગામી વૈશાખ સુદ પૂર્ણીમાએ શ્રી નકલંકધામ હડમતિયાના પાંચમા પાટોત્સવ તેમજ મહંત ગુરૂ શ્રી મેહુલદાસજી બાપુના સુપુત્ર ચિ. ક્રિષ્ના અને ચિ.કરનનાં યજ્ઞોપવિત સંસ્કાર (જનોઈ વિધી) અંતર્ગત ભવ્ય સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાવિક ભક્તો અને સમગ્ર વરીયા પ્રજાપતિ સમાજને પધારવા ભાવભર્યુ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમો અંતર્ગત તારીખ ૧૮/૫/૨૦૧૯ને શનિવાર વૈશાખ સુદ પૂનમ રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણીનું આયોજન થયું છે જેમાં પરસોતમપરી બાપુ (સંતવાણી આરાધક) જામખંભાળીયા વાળા, વિજયભાઈ ગઢવી (સુપ્રસિદ્ધ ભજનીક) જામખંભાળીયા વાળા, અશ્વિનભાઈ બરાસરા( લોકસાહિત્યકાર ) મોરબી વાળા મારૂતી સાઉન્ડ મોરબીના સથવારે ભજનોની રમઝટ બોલાવશે. આ પ્રસંગ નિમિત્તે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજે તારીખ ૧૮/૫/૨૦૧૯ શનિવાર સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પરમ પુજય ગુરૂ શ્રી મેહુલદાસજી બાપુ તથા સમગ્ર વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા ભાવિકોને આ પ્રસંગે ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news