મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગણેશજીની આરતી કરી દેશની સુખ-શાંતિ માટે કરાઈ પ્રાર્થનામોરબી અપડેટ: મોરબીના રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા શહેર ભાજપના માજી પ્રમુખ લાખાભાઈ જારીયાના નિવાસસ્થાને ગણેશ ઉત્સવ અંતર્ગત ગણપતિદાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગુરુવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના નિવાસસ્થાને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મહાઆરતીમાં રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, વિવેકભાઈ ગોલતર, જયેશભાઈ અગેચણિયા સહિતના સામાજિક અને રાજકીય અગ્રણીઓએ પણ હાજરી આપી ગણેશજીની આરતી, પૂજા અને દર્શનનો લાભ લીધો હતો.આ તકે મંત્રી સહિતના તમામ આગેવાનોએ ગણપતિ દાદાને દેશમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ જારીયા, મોરબીના કોર્પોરેટર ભૂપતભાઇ જારીયા તથા તેમના પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #PMModiBirthday #GaneshUtsav #MahaAarti #BJP #MorbiCity