અન્ય વાહનો દ્વારા મહામહેનતે કુંડીમાં ફસાયેલી બસને બહાર કઢાઈ મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડ અંદર આજે સવારે ખુલ્લી ભૂગર્ભ કુંડીમાં એક બસ ફસાઈ ગઈ હતી. આથી મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. બાદમાં અન્ય વાહનો દ્વારા મહામહેનતે કુંડીમાં ફસાયેલી બસને બહાર કઢાઈ હતી. મોરબીના નવા બસ સ્ટેન્ડને હાલ ઘરમૂળથી નવું બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તે દરમિયાન નવા બસ સ્ટેન્ડની અંદર ખુલ્લી રહેલી ભૂગર્ભ ગટરની કુંડી જોખમી બની છે. જેમાં નવા બસ સ્ટેન્ડની અંદર જવા માટે કામ ચલાઉ રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રસ્તા ઉપર આવેલી ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં આજે સવારે એક એસટી બસ ફસાઈ ગઈ હતી.આ બસનું પાછળનું વહીલ કુંડીમાં બરોબર રીતે ફસાઈ ગયા બાદ અન્ય વાહનો દ્વારા આ બસને કુંડીમાંથી બહાર કાઢવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..