મસમોટા સ્પીડ બ્રેકર આગળ નિશાન ન હોવાથી અકસ્માતનું જોખમ : નિયમ વગર જ બમ્બ ખડકી દેતા વાહન ચાલકોને હાલાકી મોરબી : મોરબીમાં રેલવે તંત્રએ ફાટક આગળ ઉંચા બમ્પ ખડકી દીધા છે. જો કે મસમોટા સ્પીડ બ્રેકર આગળ નિશાન ન હોવાથી અકસ્માતનું જોખમ રહે છે. ઘણા વાહન ચાલકોને બમ્પની ખબર ન હોય ઝડપથી આવતી વખતે પાછળ બેઠેલા વ્યક્તિઓ વાહનમાંથી ઉથલી પડે છે. નિયમ વગર આડેધડ મસમોટા બમ્પ ખડકી દેતા વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. મોરબી રેલવે તંત્ર દ્વારા સામાકાંઠે નટરાજ ફાટક પાસે, પીપીડબ્લ્યુ પોસ્ટ ઓફીસામેની ફાટક પાસે તેમજ ત્રીજી નઝરબાગ પાસેની ફાટક નજીક ઉંચા બમ્પ બનાવી નાખ્યા છે. કોઈપણ મર્યાદા વગર ઉભા મસમોટા બમ્પ મૂકી દીધા છે. જેથી વાહન ચાલકો આ મસમોટા બમ્પ ઓળગવામાં વાહન સાથે હલબલી જાય છે. બમ્પની જગ્યા આગળ નિશાન કરવાના હોય જેથી વાહન ચાલકોને ખબર પડે કે આગળ બમ્પ છે વાહન ધીમું પાડવું. પણ આ બમ્પ આગળ કોઈ નિશાન જ ન હોવાથી તેમજ બમ્પ ઉપર સફેદ પટ્ટા ન મરેલા હોવાથી પોતાની ઝડપે જ આવતા વાહન ચાલકોને નજીક જાય ત્યારે બમ્પની ખબર પડે છે ત્યાં સુધીમાં વાહનની ગતિ નિયત્રીત થઈ શકતી નથી. આથી પાછળ વાહનમાં બેઠેલા લોકો નીચે પડી જાય છે. રેલવે તંત્રએ અમુક જગ્યાએ નીચા અને અમુક જગ્યાએ ઉંચા બમ્પ કરી નાખ્યા છે. જેથી વાહન ચાલકો મુશ્કેલી મુકાય ગયા છે અગાઉ નટરાજ ફાટકે મુકેલા બમ્પ કાઢવા પડ્યા હતા.