મોરબી : આવતીકાલે તારીખ 5 નવેમ્બર ને રવિવારના રોજ આયુર્વેદિક જીવનશૈલી દ્વારા મોરબીમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિનામૂલ્યે આયુર્વેદિક સુવર્ણપ્રાશન ટીપાનો કેમ્પ યોજાશે.મોરબીમાં શનાળા રોડ પર આવેલી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી ખાતે સવારે 10 થી 1 અને સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન 6 માસથી 12 વર્ષ સુધીના બાળકો તથા ગર્ભવતિ મહિલાઓને નિઃશુલ્ક સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે. સુવર્ણપ્રાશનના ફાયદાની વાત કરીએ તો, બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે કોઈપણ રોગ સામે રક્ષણ આપે છે. પાચનતંત્રમાં સુધારો કરે છે. યાદશક્તિમાં વધારો કરે છે. ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે. તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે. શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે. વાન ઉજળો કરે છે. તેજસ્વી તથા ચપળ બનાવે છે. આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી..