અમદાવાદની સુપ્રસિદ્ધ સનફલાવર વુમન્સ હોસ્પિટલ અને મોરબીના એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરનું સંયુક્ત આયોજન, અત્યાર સુધીમાં દેશ- વિદેશની 20,000થી વધુ મહિલાઓને કરાવાઈ છે સંતાનપ્રાપ્તિ આઇવીએફ એટલે નિઃસંતાન દંપતિઓ માટે આશાનું કિરણ : સ્ત્રી કે પુરુષની કોઈ પણ ખામી દૂર કરી સંતાનપ્રાપ્તિ કરાવી આપવાની હોસ્પિટલની નેમ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નિઃસંતાન દંપતીઓ માટે આઇવીએફ ટેક્નોલોજી આશીર્વાદ રૂપ છે અને કોઈપણ ઉંમરે માતૃત્વ પ્રાપ્ત કરાવી શકતી આ પદ્ધતિ અંગે લોકોને જાણકારી મળી રહે અને નિઃસંતાન દંપતી સંતાનસુખ પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા ધ્યેય સાથે મોરબીના આંગણે આગામી તા.12 માર્ચને રવિવારના રોજ અમદાવાદની સુપ્રસિદ્ધ સનફલાવર વુમન્સ હોસ્પિટલ અને મોરબીના એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર દ્વારા ખાસ ફ્રી કેમ્પ યોજવામાં આવનાર છે. જેનો લાભ નિઃસંતાન દંપતિએ લેવા જેવો છે. સ્ત્રીત્વ અને માતૃત્વ એ પરસ્પર એવી સંબંધિત હકીકત છે કે, માતૃત્વ પ્રાપ્ત કરનાર સ્ત્રી જ પૂર્ણ સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે. નહીં તો તે પૂર્ણ બનતી નથી. આથી જ દરેક સ્ત્રીની મુખ્ય ઝંખના બાળક પેદા કરવાની હોય છે. જ્યારે દરેક પુરુષ પણ બાળકની ઝંખના રાખે છે. ત્યારે નિઃસંતાન દંપતિ દુઃખ અનુભવે છે. આમ છતાં આજના આધુનિક યુગમાં પણ નિઃસંતાનપણાને લઈ સમાજના ડરે નિઃસંતાન દંપતીઓ ખુલીને આગળ આવતા નથી. આ ગંભીર બાબતને લઈ સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ અને એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર -મોરબીના સંયુક્ત ઉપક્રમે તા.12 માર્ચને રવિવારના રોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર, સાવસર પ્લોટ મેઈન રોડ, ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે, એસબીઆઈ બેંકની બાજુમાં, મોરબી ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં સ્ત્રીઓ કે જે બંધ ટ્યુબસ, વારંવાર આઈયુઆઈમાં નિષ્ફળતા, ઈંડામાં ખરાબી અનિયમિત માસિક, ગર્ભાશયમાં ગાંઠ હોવી વગેરે સમસ્યાઓ ધરાવે છે. તેમજ પુરુષ કે જે ઓછા શુક્રાણુ, શૂન્ય શુક્રાણું, શુક્રાણુંઓની ધીમી ગતિશીલતા અને ખરાબ ગુણવત્તા વગેરે સમસ્યાઓ ધરાવે છે. તેઓ નિઃસંકોચથી લાભ લઇ શકે છે. સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ એક છત્ર નીચે સ્ત્રી રોગ અને વ્યંધત્વની સારવાર આપતી અમદાવાદની એકમાત્ર હોસ્પિટલ છે. અહીં 70થી વધુ દેશોની મહિલાઓએ માતૃત્વનું સુખ મેળવ્યું છે. કુલ આઈયુઆઈની મદદથી 3400થી વધુ મહિલાઓ અને આઈવીએફની મદદથી 20,000થી વધુ મહિલાઓએ માતૃત્વ પ્રાપ્ત કર્યું છે.જે મહિલાઓને ખોડખાપણ કે મંદબુદ્ધિ તેમજ અમુક પ્રકારની વારસાગત બીમારી જેવી કે થેલેસેમિયા મેજર, હિમોફિલિયા ધરાવે છે. તેઓને અત્યાધુનિક ટેક્નિક જેમકે પીજીએસ, પીજીડી દ્વારા સ્વાસ્થ્ય અને તંદુરસ્ત બાળક જન્મેલા છે. જે મહિલાઓને વારંવાર ગર્ભપાત થાય છે. તેઓના ગર્ભપાત થવાનું કારણ શોધી તેની યોગ્ય સારવાર દ્વારા પુરા મહિને સ્વસ્થ બાળકનો જન્મ થયેલ છે. સનફ્લાવર વુમન્સ હોસ્પિટલ પુરુષ વ્યંધત્વમાં પણ અગ્રેસર છે. અહીં શૂન્ય શુક્રાણું ( ઝીરો સ્પર્મ કાઉન્ટ) ધરાવતા પુરુષ પણ પોતાના શુક્રાણું દ્વારા અતિ આધુનિક પધ્ધતિ દ્વારા જેવી કે ટેસા/પેસા/માઈક્રોટેસા દ્વારા પોતાની શુક્રાણુંથી પિતા બનવાનું સુખ મેળવી શકે છે. નિઃસંતાન દંપતિઓએ જરા પણ સંકોચ અનુભવ્યા વગર આ કેમ્પનો લાભ લેવા જેવો છે. આ કેમ્પ માતૃત્વ પ્રાપ્ત કરવાનો અનેરો અવસર લઈને આવ્યું છે. તો કેમ્પમાં જરૂર પધારો. ક્યાં દંપતિઓ કેમ્પનો લાભ લઈ શકે ? મહિલાઓ ● બંધ ટ્યુબસ ● વારંવાર IUI માં નિષ્ફળતા ● ઇંડામાં ખરાબી ● અનિયમિત માસિક ● ગર્ભાશયમાં ગાંઠ હોવી પુરુષ ● ઓછા શુક્રાણુ ● શૂન્ય શુક્રાણુ ● શુક્રાણુઓની ધીમી ગતિશીલતા ● શુક્રાણુઓની ખરાબ ગુણવતા રજિસ્ટ્રેશન કે વધુ વિગત માટે મો.નં. 9687606454 મો.નં. 9687003993 મો.નં. 9687689801