મોરબીના શનાળા રોડ માર્કેટિંગ યાર્ડની બાજુમાં નવા હાઉસિંગ બોર્ડની સામે તથા રવાપર રોડ સીટી વિઝન કેબલ નેટવર્કની સામે લવકુશ કોમ્લેક્સમાં આવેલ બેલ પિયાટોસ ખાતે તદ્દન વ્યાજબી ભાવે શુદ્ધ કેસર કેરી મળી શકશે મોરબી : હાલ ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસપ્રચૂર મીઠી મધુર કેરીનો સ્વાદ ચાખવા મળે તો હૃદય અને મનને અનેરી ટાઢક મળે છે. જો કે, હાલ કેરીની સિઝન હોવાથી બજારમાં જાતજતની કેરીઓ મળે છે. પણ તાલાલા પંથકની શુદ્ધ અને કુદરતી રીતે પાકેલી મીઠી મધુર કેસર કેરીનો જોતો ક્યાંય જડે તેમ નથી. કેસર કેરીના નામે ઘણીવાર આરોગ્ય સાથે ચેડાં થાય તેવી અશુદ્ધ કેરીઓ ધાબડી દેવામાં આવતી હોય છે. ત્યારે તાલાલા પંથકના કેસર અમૃત બાગાયત જૂથના ખેડૂતો દ્વારા મોરબીમાં બે સ્થળે મીઠી મધુર કેસર કેરીનું સીધું જ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી ખેફુતોની સીધો નફો મળે છે. સાથેસાથે લોકોને પણ વ્યાજબી ભાવે શુદ્ધ અને ઓર્ગેનિક કેરી મળે છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકના અંકોલવાડી ગામની કેસર કેરી નામ પ્રમાણે શુદ્ધ અને એકદમ કાર્બન ફ્રીનો ગુણ ધરાવતી હોવાથી દરવખતે સીઝનમાં આ કેસર કેરીની ખૂબ જ ડિમાન્ડ રહે છે. અંકોલવાડી ગામના ખેડૂતો જાત મહેનતથી જ કુદરતી રીતે મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન કરે છે. આ અંકોલવાડી ગામના ખેડૂતોના કેસર બાગાયત જૂથ દ્વારા જ કેસર કેરીનું સીધું વેચાણ કરવામાં આવે છે. એ પણ તદ્દન વ્યાજબી ભાવે અને સાથોસાથ કેસર કેરી પણ એકદમ મીઠી મધુર અને નખશિખ શુદ્ધ હોય છે ત્યારે આ જૂથ દ્વારા મોરબીમાં બે સ્થળે કેસર કેરીનું સીધું વેચાણ કરવામાં આવે છે. જો કે, ઘણા વેપારીઓ નફાની લાલચમાં કેરી કાર્બનથી પકવીને વેચે છે. જેનાથી લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થાય છે. ત્યારે અંકોલવાડી ગામના ખેડૂતો દ્વારા મોરબીમાં બે સ્થળે વેચાઈ રહેલી કેસર કેરી એકદમ વિશ્વાસપાત્ર છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે સાથેસાથે લોકોને પણ વ્યાજબી ભાવે તદ્દન કાર્બન ફ્રી કેસર કેરી મળી રહે તેવા ઉદેશ સાથે મોરબીના રવાપર રોડ ઉપર સીટી વિઝન કેબલ નેટવર્કની સામે લવકુશ કોમ્પલેક્ષમાં આવેલ બેલ પિયાટોસ ખાતે (સીટી વિઝન ગ્રૂપ) કાર્બન ફ્રી કેસર કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ કેસર કેરી મેળવવા માટે ચિરાગભાઈ કપટા મો. 99793 74884 ઉપર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત મોરબીના શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડની બાજુમાં નવા હાઉસિંગ બોર્ડ સામે કેસર કેરીનું વેચાણ કરવામાં આવે છે. વધુ વિગત માટે ભાવેશભાઈ વેકરિયા મો. 97731 79380 ઉપર સંપર્ક કરી શકાશે. આ બન્ને શુદ્ધ કેસર કેરી માટે વિશ્વાસ પાત્ર સ્થળ છે. જેમાં વ્યાજબી ભાવે શુદ્ધ કેરી મળશે. આથી, કેસર કેરીના શોખીન મોરબીવાસીઓને આ બન્ને સ્થળેથી વ્યાજબી ભાવે કેસર કેરી મેળવવાનો લ્હાવો ચૂકવા જેવો નથી.