43 વર્ષ જૂની ગરબીના અવનવા રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા : બાળાઓ સળગતા દેતવા પર ચાલીને કરે છે અંગારા રાસમોરબી : મોરબી શહેરના શક્તિ ચોકમાં યોજાતી ગરબીએ આજના આધુનિક યુગમાં પણ પ્રાચીન ગરીબીની પરંપરા જાળવી રાખી છે, દર વર્ષે પ્રાચીન ગરબાના તાલે અવનવા રાસ રજી કરતી શક્તિ મંડળની બાળાઓએ આ વર્ષે પણ આ એક નવો જ રાસ રજૂ કર્યો છે જેમાં 50 ફૂટ બાય 50 ફૂટના ઘેરાવા વાળા ચણિયાચોળી પહેરી એક જ બાળા દ્વારા માં તારો ઘુમર રાસ રજૂ કરી રહી છે જે જોવા માટે સેંકડો લોકો ઉમટી રહ્યા છે. વિશાળ સાઈઝના ચણિયાચોળી સાથે રજૂ થતા આ રાસને લિમ્કા બુક ઓફ વર્ડ રેકોર્ડમાં સ્થાન આપવા માટે પણ પ્રયાસો ચાલી રહ્યા છે. મોરબી શહેરના શક્તિ ચોકમાં વર્ષ 1982થી એટલે કે, 43 વર્ષથી પ્રાચીન ગરબી યોજાઈ રહી છે. શક્તિ ચોક ગરબી મંડળમાં દર વર્ષે અંગારા રાસ , અઘોર રાસ, હો રંગ રસિયા, માં મોગલ આવે સહિતના અવનવા પ્રાચીન ગરબા રમી મા શક્તિ સ્વરૂપા બાળાઓ લોકોમાં અનેરું આકર્ષણ જમાવે છે. શક્તિ ચોક ગરબી મંડળના આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ વર્ષે શક્તિ ચોક ગરબી મંડળની એક બાળા દરરોજ 50 ફૂટ બાય 50 ફૂટના ચણિયાચોળી પહેરી માળી તારો ઘુમ્મર રાસ રજૂ કરી રહી છે. શક્તિ ચોક ગરબી મંડળમાં આ વર્ષે 78 દીકરીઓ દ્વારા અવનવા 48 રાસ રજૂ કરવામાં આવી રહ્યા છે.દોઢ મહિનાથી પ્રેકટીસ કરી ત્યારે 50 ફૂટ ચણીયા ચોલીનો રાસ તૈયાર થયો50 ફૂટના ચણીયાચોળી પહેરી ગરબે રમવું ખુબ જ કઠિન છે ત્યારે રાસ રજૂ કરનાર બાળાઓ કહે છે કે, નવરાત્રી પહેલાના દોઢ માસથી તેઓ આ રાસ રજૂ કરવા માટે ખુબ જ કઠોર પ્રેકટીસ કરી હતી જેને કારણે તેઓ આ રાસ રજૂ કરી શકે છે. શક્તિ ચોક પ્રાચીન ગરબીમાં 50 ફૂટના વિશાળ ચણિયાચોળી પહેરીને રાસ રજૂ કરવાની સાથે અહીં બાળાઓ દ્વારા મા મોગલ રમવા આવે, વાગે વાગે રે ઢોલ વાગે, ભીંજાય ઘરચોડું ભીંજાય માની ચુંદડી, બોલ મારી અંબે, કંકુ ખર્યું અને સૂરજ ઊગ્યો સહિતના રાસ રજૂ કરવામાં આવે છે અને ગરબી શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી ગરબા નિહાળવા સેંકડો લોકોની ભીડ ઉમટી પડે છે.