મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ભાભા હાઈસ્કૂલ સામે રિવર્સમાં કાર ચલાવાતી વખતે કાર નંબર જીજે - 36 - AC - 6066 નંબરના કાર ચાલકે સંગીતા કાનજીભાઈ ભીલ ઉ.5 નામની બાળકીને હડફેટે લઈ સાથળમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા કાર ચાલક વિરુદ્ધ બાળકીના પિતા કાનજીભાઈ બાબુભાઇ ભીલની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.