મોરબી : મોરબી શહેરમા ઓમકાર રેસિડેન્સીમાં રહેતી અને સ્પામાં કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની અંબિકા ઉર્ફે પ્રિયા ગુલાબરાય માંઝી ઉ.28 નામની યુવતી છેલ્લા પાંચેક વર્ષથી એકલી રહેતી હોય એકલવાયા જીવનથી કંટાળી જઈ ગત તા.11ના રોજ ઓમકાર રેસિડેન્સીમાં ધાબા ઉપરથી કૂદી નીચે પડતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.