મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ગઈકાલે બપોરના સમયે માતા સાથે રસ્તો ઓળંગી રહેલ માસુમ બાળકીને આઇસર ટ્રક ચાલકે હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બાળકીનું માતાની નજર સામે જ મૃત્યુ નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે રહેતા હીરાભાઈ જગાભાઈ ખરગિયા ઉ.27 નામના યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે તેમના પત્ની જશુબેન અને પુત્રી ધ્રુવી ઉ.7 પ્રેમજીનગર ગામના ગેઇટ પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે જીજે - 11 - વીવી - 8051 નંબરના આઇસર ચાલકે ધ્રુવી હીરાભાઈ ખરગિયાને હડફેટે લેતા ધ્રુવીને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.