મોરબી : ઘેટિયા પરિવારે સ્વ.શાંતાબેન કરમશીભાઈ ઘેટીયાને શ્રદ્ધાંજલિ આપવા માટે બેસણાના પ્રસંગે ચિત્રકૂટ શેરી નંબર 4માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં 45 રક્તદાતાઓએ રક્તદાન કરી સદગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી. ઘેટિયા પરિવારે બેસણાના પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સમાજને પ્રેરણા આપી હતી. કેમ્પને સફળ બનાવવામાં ચેતનભાઇ ઘેટીયા, હિતેશભાઈ ઘેટીયા, મનોજભાઈ ઘેટીયા, રાજુભાઈ બારૈયા, પુનિતભાઈ માકાસણા એ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણા એ ઘેટિયા પરિવાર, આયોજકો, રક્તદાતાઓનો આભાર માન્યો હતો.