માળીયા (મી): તાલુકાના ભાવપર ગામે આગામી તારીખ 6 એપ્રિલ ને ગુરુવારના રોજ દાડમા દાદાના મંદિરે બાવરવા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાવરવા પરિવારના સ્નેહમિલન કાર્યક્રમમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નાફેડના ડિરેક્ટર મગનભાઈ વડાવિયા અને મોરબી-માળિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા હાજર રહેશે. સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે 5 એપ્રિલ ને રાત્રે 9 કલાકે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 6 એપ્રિલના રોજ સવારે 8 કલાકે મહાયજ્ઞ યોજાશે, ત્યારબાદ 10 કલાકે ધ્વજા રોહણ કરવામાં આવશે અને 12 કલાકે મહાઆરતી કરવામાં આવશે. જ્યારે 12-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.