કોલેજમાં હાસ્ય નાટક, ડી. જે તથા રીફ્રેશમેન્ટ જેવા પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા મોરબી : ધો. ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા પુરી થતા વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્ટ્રેસમાંથી મુક્ત કરવાના હેતુથી નવયુગ બીબીએ કોલેજમાં ગેટ ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવયુગ ગૃપ હર હંમેશા કંઈક નવું કરવા માટે ઓળખાય છે ત્યારે નવયુગ બીબીએ કોલેજ દ્વારા ગેટ ટુ ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ માટે હાસ્ય નાટક, ડીજે, તથા રીફ્રેશમેન્ટ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. આ તકે નવયુગ ગૃપ દ્વારા પઢેગા ઈન્ડિયા બઢેગા ઈન્ડિયાના સુત્રને સાર્થક કરવા વિવિધ સ્કોલરશીપ યોજનાઓ વિદ્યાર્થીઓને આપી હતી. આ કાર્યક્રમમાં નવયુગ ગૃપના પ્રમુખ પી. ડી. કાંજીયા, ટ્રસ્ટી રંજનબેન, મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી તેમજ વાંકાનેરના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગ બીબીએ કોલેજના પ્રિન્સિપાલ પંડીત સાહેબ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.