ટંકારા તાલુકાના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરાઈટંકારા : ટંકારા તાલુકા તથા જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સાધારણ સભા મળી હતી. જેમાં ટંકારા તાલુકાના અનેક સંચાલકોની સર્વાનુમતે અલગ અલગ વરણી કરવામાં આવી હોવાનું પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઘેટિયા દ્વારા જણાવાયું છે.જેમાં રાજ્ય કારોબારી મેમ્બર તરીકે યોગેશભાઈ ઘેટિયા, ટંકારા તાલુકા પ્રમુખ તરીકે વિજયભાઈ ભાડજા, મંત્રી તરીકે દિલીપભાઈ બારૈયા તથા ઉપપ્રમુખ તરીકે અતુલભાઈ વામજા તેમજ જિલ્લા કારોબારીમાં ઉપપ્રમુખ તરીકે બળદેવભાઈ સરસાવડિયા, સંગઠન મંત્રી તરીકે રવિનભાઈ કલોલા અને સદસ્ય તરીકે કાર્તિકભાઈ પાંચોટીયાની વરણી કરવામાં આવી છે. આ તકે પૂર્વ પ્રમુખ યોગેશભાઈ ઘેટિયાએ ટંકારા તાલુકાના સૌ સંચાલકનો તેમના આઠ વર્ષના કાર્યકાળ દરમ્યાન જે સહકાર મળ્યો છે તે બદલ આભાર માન્યો હતો.