મોરબી : મોરબીમાં સતવારા સહકાર મંડળની સાધારણ સભા યોજવામાં આવી હતી. મોરબીમાં સતવારા સમાજ વાડી, પંચાસર રોડ ખાતે સતવારા સહકાર મંડળની સાધારણ સભા મળેલ હતી. તેમાં મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમનબેન કે. પરમાર, ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા, મોરબી જિલ્લા કિસાન મોરચાના કોશાધ્યક્ષ કે. કે. પરમાર, મંડળના પ્રમુખ મેરૂભાઈ, ઉપપ્રમુખ ધરમશીભાઈ, મંત્રી લાલજીભાઈ, મોરબી શહેર મહિલા મોરચા પ્રમુખ નિર્મળાબેન, નગરપાલિકાના ચેરમેન માવજીભાઈ કંજારીયા, હર્ષદભાઈ કણજારીયા, ચુનીલાલભાઈ પરમાર, મોરબી નગરપાલિકાના સદસ્ય અલ્પાબેન કંજારીયા્, પુષ્પાબેન જયસુખભાઇ સોનગરા, જસુમતીબેન સોનગરા, લાલજીભાઈ પરમાર, ભગવાનજીભાઈ કંજારીયા, મોરભાઈ કંજારીયા્, કોવિડ આઇસોલેશન સેન્ટરમાં સહકાર આપનાર ડોક્ટરો, સ્વયંસેવકો તેમજ દાતાઓ, સભાનું સંચાલન કરનાર વિજયભાઈ પરમાર, દિનેશભાઇ પરમાર, રાજેશભાઈ કંજારીયા, રોહિતભાઈ કંજારીયા, સહીતના મહેમાનોનું તેમજ તમામ મંચસ્થ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મંડળનો હિસાબ રજુ કરેલ હતો. અને આવનારા દિવસોમાં મંડળના કાર્યક્રમોની વાત બાદ આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..