મોરબી : હાથીજણ લાલ ગેબી આશ્રમમાં રાજ્યના સંતોનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત રાજ્ય ગુરુવંદના મંચના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. હાલમાં ગુજરાત રાજ્ય ગુરુવંદના મંચની રચના કરવામાં આવી છે. જેમાં દેહાણ જગ્યાના સંતો-મહંતો જોડાયા છે. જેના અનુસંધાને હાથીજણ લાલ ગેબી આશ્રમમાં મહંત મહાદેવ બાપુના સાનિધ્યમાં ગુજરાત રાજ્યના સંતોનું મહાસંમેલન યોજાયું હતું. આ તકે સમગ્ર રાજ્યના પ્રમુખ શ્રીરામ બાપુ, પ્રદેશના પ્રમુખ લલિત કિશોરદાસ મહારાજ, સાયલા જગ્યાના મહંત દુર્ગાદાસ મહારાજ સહીત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મહાસચિવ કબીર આશ્રમના મહંત શિવરામદાસ મહારાજ તેમજ મોરબી જિલ્લા પ્રમુખ મહંત દલસુખ મહારાજ (હળવદ), ઉપપ્રમુખ મહંત દામજી ભગત અને મંત્રી મહંત ભાવેશ્વરીમાં (રામધન આશ્રમ) તથા ઉપસ્થિત સર્વે સંતોની સહમતીથી ગુજરાત રાજ્ય ગુરુવંદના મંચના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે. તેમ રામધન આશ્રમના શિષ્ય મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..