મોરબી : સમસ્ત ઉધરેજા પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે નવમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ તારીખ 27/12/2025 ના રોજ ભરતવન ફાર્મ - ભરતનગર, મોરબી ખાતે ઉત્સાહભેર યોજાયો હતો.ઉધરેજા પરિવાર સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહમાં પરિવારના પ્લે હાઉસ થી માંડીને બેચલર અને માસ્ટર ડિગ્રી સુધીમાં ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું શિલ્ડ, લેપટોપ, બાઈક અને બીજા વિવિધ પારિતોષિક દ્વારા સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં દરેક વખતે અલગ અલગ દાતાઓ હોય છે જેમાં બાઈક ગિફ્ટ, લેપટોપ ગિફ્ટ, શિલ્ડ, અન્ય ગિફ્ટ, જમણવાર તથા મંડપ સર્વિસ મળીને સંપૂર્ણ આયોજનના દાતા બાબુભાઈ લાધાભાઈ ઉઘરેજા તથા ગોદાવરીબેન બાબુભાઈ - હરીપર તથા રાજા પરિવાર રહ્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યમાં સફળતાના શિખર ચુંબે એ માટે પરિવારના વડીલો, પરિવારના ડોક્ટરોએ પણ અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓ અને એમના પરિવારમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. ડો. ભાવેશભાઈ જેતપરિયાએ પટેલ સમાજના શિક્ષણના જનક સમા પ્રાતઃ સ્મરણીય લક્ષ્મણભાઇ બેચરભાઈ ઉઘરેજા (લક્ષ્મણ બાપા) પર ઉત્કૃષ્ટ પ્રેરણામય વ્યાખ્યાન આપ્યું હતું.આ તકે પરિવારના આગેવાનો તથા વિધાર્થીઓએ સામાજિક જીવનને આવરી લેતાં વિષયો પર પોતાના વક્તવ્યો રજુ કર્યા હતા અને પરિવારની મહિલાઓ માટે રાસ ગરબાનું પણ આયોજન કરાયું હતું. સમારોહના અંતે રાષ્ટ્રગાન ગાઈને સ્નેહમિલન સંપન્ન કરવામાં આવ્યું હતું.