મોરબી : મોરબી શહેરમાં શ્રી સમસ્ત કોળી સમાજ દ્વારા “સ્નેહ મિલન કાર્યક્રમ” નું ભવ્ય આયોજન તા. 9-11-2025 ને રવિવારના રોજ સાંજે 5:30 કલાકે શ્રી કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ, જિલ્લા સેવા સદન પાછળ, મોરબી–2 ખાતે કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઈ ઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદ્દેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોર્ડિંગ ખાતે ચાલી રહેલી લાઇબ્રેરી તથા ટ્યુશન ક્લાસીસની પ્રવૃત્તિઓ, સમૂહલગ્ન આયોજન તથા સમાજ એકતાના પ્રયાસો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવાએ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ સ્નેહ મિલન કાર્યક્રમ સમાજના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે. તમામ શ્રી કોળી સમાજના, આગેવાનો અને સભ્યોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.