મોરબી: હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે વાઘપર (પી) ગામે બિરાજમાન રોકડિયા હનુમાન મંદિરના સાનિધ્યમાં સંઘાણી પરિવારના સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ચૈત્ર સુદ પૂનમના દિવસે 42 ગામના સંઘાણી પરિવારો એકત્રિત થયા હતા અને ધાર્મિક ઉત્સાહ સાથે સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા.વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા વિતરણ કરાઈ શૈક્ષણિક કીટઆ વર્ષે સ્નેહમિલન કાર્યક્રમમાં વિશેષ પહેલ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ વખત ધોરણ 3 થી 12 માં 1 થી 3 નંબર મેળવી ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીઓને શિલ્ડ, વોટરબેગ, લંચબોક્સ, પેન, ફોલ્ડિંગ ફાઈલ અને શુદ્ધ ઉચ્ચારણ સાથેની હનુમાન ચાલીસાની બુક આપીને નવાજવામાં આવ્યા હતા. શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે પરિવાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને સૌએ વધાવ્યો હતો.હવન અને મહાપ્રસાદનું પણ સુંદર આયોજનરોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનજીના હવનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ તમામ સભ્યોએ સાથે મળીને મહાપ્રસાદ લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સુંદર આયોજન બદલ સમગ્ર સંઘાણી પરિવાર વતી કમિટીના સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.#MorbiUpdate #Vaghpar #SanghaniParivar #HanumanJayanti #StudentFelicitation #SocialEvent #MorbiNews #CommunityUnity