મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં નર્મદા નિરની આવક થઈ રહી છે. હાલ ડેમ ઓવરફ્લો છે. તેવામાં 323 ક્યુસેક પાણીની આવક થતા એક દરવાજો 0.5 ફૂટ ખોલી 323 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે મોરબી તાલુકાના (૧)જોધપર (૨) લીલાપર (૩)ભડીયાદ (૪)ટીંબડી (૫) ધરમપુર (૬)રવાપર, (૭)અમરેલી (૮)વનાળિયા (૯)ગોર ખીજડીયા (૧૦)માનસર (૧૧)નવા સાદુળકા (૧૨)જુના સાદુળકા (૧૩) રવાપર નદી (૧૪)ગુંગણ (૧૫) નારણકા (૧૬) બહાદુરગઢ (૧૭) નવા નાગડાવાસ (૧૮) જેના નાગડાવાસ (૧૯) સોખડા (૨૦) અમરનગર તેમજ માળીયા તાલુકાના (૧) વીરવદરકા (૨) દેરાળા (૩) નવાગામ (૪) મેધપર (૫) હરીપર (૬) મહેન્દ્રગઢ (૭) ફતેપર (૮) સોનગઢ (૯) માળિયા (મી).ને સાવચેત કરવામાં આવ્યા છે.