મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી જ વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં સતત વરસાદને પગલે મોરબીના સાદુંળકા ગામ પાસે આવેલ મચ્છુ -3 ડેમ છલોછલ ભરાય ગયો હતો અને આ મચ્છુ -3 ડેમ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. તેથી આ ડેમ હેઠવાસના મોરબી માળીયાના ગામો ગોર ખીજડિયા, વનાળિયા, સાદુંળકા, માનસર, રવાપર નદી, અમરનગર, નારણકા, ગૂંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા, દેરાળા, મહેન્દ્રગઢ, મેધપર, નવાગામ, રાયસંગપર, વીર વિદરકા, ફતેપર, માળીયા, હરિપર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને મચ્છુ નદીના પટ્ટમાં અવરજવર નહિ કરવાની સૂચના આપવામાં આવી છે.