વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી મકાનમાં ચાલતું જુગારધામ પકડી રૂ. 70,300નો મુદામાલ કબ્જે કર્યો વાંકાનેર : વાકનેર તાલુકા પોલીસ સ્ટાફે બાતમીના આધારે વાંકાનેરના સિંધાવદર ગામે મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડ્યો હતો. પોલીસે આ મકાનમાં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લીધા હતા. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી મકાનમાં ચાલતું જુગારધામ પકડી રૂ.70300 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના જુના સિંધાવદર ગામે ફાટકવાળા રસ્તે પેઢલી વિસ્તારમાં રહેતા સિંધેશભાઈ દેવજીભાઈ દંતેસરિયા નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે. આ પ્રકારની ચોક્કસ હકીકત મળતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે ઉપરોક્ત જગ્યાએ મકાનમાં ત્રાટક્યો હતો અને પોલીસે આ મકાનમાં જુગાર રમતા મકાન માલિક સિંધેશભાઈ દેવજીભાઈ દંતેસરિયા, વિપુલભાઈ દેવજીભાઈ વિરસોડિયા, નિજામુદિન ઉસ્માનભાઈ શેરસિયા, હનીફભાઈ મહંમદભાઈ શેરસિયા, રમેશભાઈ લાખાભાઈ વિરસોડિયા, મહંમદ હુસેશ શેરસિયા, અબ્દુલ વલીમહંમદ બાદી, બટુકસિંહ ચંપુભા ઝાલાને રૂ.70300 રોકડ રકમ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..