પોલીસે રોકડા રૂપિયા 1,16,700 કબ્જે કરી ત્રણ મહિલા સહીત 8 જુગારીઓ પકડયા મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ તુલસી ફ્લેટમાં ધમધમી રહેલા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમી રહેલ ત્રણ મહિલા સહીત 8 આરોપીઓને રોકડા રૂપિયા 1,16,700 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ તુલસી ફ્લેટમાં આરોપી ગીરીશભાઇ જીવરાજભાઇ ભોરણીયા જુગારધામ ચલાવતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડતા જુગારની મજા માણતા ગીરીશભાઇ જીવરાજભાઇ ભોરણીયા, મુકેશભાઇ પ્રાગજીભાઇ ઠોરીયા, યોગેશભાઇ ભીમજીભાઇ અમ્રુતીયા, સાગરભાઇ મહેશભાઇ કનેરીયા, મહેશભાઇ ધરમશીભાઇ કાંજીયા, કોમલબેન ગીરીશભાઇ ભોરણીયા, શિલ્પાબેન હસમુખભાઇ ઉર્ફે જીજ્ઞેશભાઇ ઠોરીયા અને રીનાબેન મુકેશભાઇ ઠોરીયા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 1,16,700 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.