વાકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે વાંકાનેર પોલીસે દરોડો પાડી પોલીસે મકાન માલિક સહિત ચાર આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે સરતાનપર ગામે આરોપી કાળુભાઈ શિવાભાઈ ફિસડીયાના ઘરમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી કાળુભાઇ શીવાભાઇ ફીસડીયા, હરજીભાઇ નરભેરામભાઇ શીહોરા,પરેશભાઇ લવજીભાઇ નાકીયા અને ગોપાલભાઇ જગાભાઇ ફીસડીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 33,500 કબજે કરી જુગતધારા અન્વયે કાર્યવાહી કરી હતી.