હળવદ પોલીસની મોટી કાર્યવાહી : રૂપિયા 7.9 લાખની રોકડ જપ્ત, એક ફરાર હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે મસ મોટું જુગારધામ ઝડપી લેવામા સફળતા મેળવી છે. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂપિયા 7,09,130 જપ્ત કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. જો કે, આ દરોડામાં એક જુગારી ફરાર થઇ ગયો હતો.જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં અરવિંદભાઈ ભગવાનભાઈ પટેલની વાડીએ જુગારધામ ચાલતું હોવાની બાદમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડી આરોપી સુરેશભાઈ જયંતીભાઈ પટેલ, રહે. મોરબી,જગમાલભાઈ રેવાભાઇ ભરવાડ રહે. જેતપર, અશ્વિનભાઈ રામજીભાઈ પટેલ રહે. મોરબી, જગદીશભાઈ ફુલજીભાઈ પટેલ રહે. મોરબી, સતિષભાઈ ધનજીભાઈ પટેલ, રહે. મોરબી, મહેશભાઈ રણછોડભાઈ પટેલ, રહે. રણજીતગઢ, વાળાને ઝડપી લઈ રોકડા રૂપિયા જુગારના પટમાંથી રોકડા રૂપિયા 7,09,130 કબજે કર્યા હતા. દરોડા દરમિયાન વાડી માલિક અરવિંદભાઈ ભગવાનજીભાઈ હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવવામાં આવ્યા હતા.આ સફળ કામગીરીમાં હળવદ પોલીસ મથકના પીઆઈ આર.ટી વ્યાસ, સર્વેલન્સ કોડના હરવિજય સિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ નાયક, દિનેશભાઈ બાવળીયા સહિતના સ્ટાફે કરી હતી.