હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના મિયાણી ગામે ડાભેરી તળાવના નાળા પાસે દરોડો પાડી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી સુરેશભાઈ ભીખાભાઇ કુરિયા ઉ.33 રહે.મિયાણી વાળાને વરલીના સાહિત્ય અને રોકડા રૂપિયા 1360 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.