મોરબી : માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખાખરેચી ગામની તળાવની પાળ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ભરતભાઇ જગજીવનભાઈ કૈલા ઉ.48 રહે.લુહાર શેરી, ખાખરેચી વાળાઓને રોકડા રૂપિયા 280 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.