મોરબી : મોરબી તાલુકા પોલીસે જુના ઘુંટુ રોડ પર સિમ્પોલો સિરામિક સામે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઇરફાન સલીમભાઈ માલાણી ઉ.19 રહે.ઉમા ટાઉનશીપ સામે, મફતિયાપરા, મોરબી વાળાને રોકડા રૂપિયા 380 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.