મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટીંબડી ગામના પાટિયા પાસે આવેલ ઓસીસ સિરામિક નજીક જાહેરના વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી વિજય લક્ષ્મણભાઇ ચાવડા રહે.આંદરણા તા.મોરબી વાળાને રોકડા રૂપિયા 250 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.