મોરબી સીટી એ.ડીવી.માં 36, બી.ડીવી.માં 10, મોરબી તાલુકામાં 3, વાંકાનેર સીટીમાં 5, વાંકાનેર તાલુકામાં 4, ટંકારામાં 3, હળવદમાં 2, માળીયા મી.માં 2 ગુન્હા દાખલ થયા મોરબી : લોકડાઉનના 12માં દિવસે મોરબી જિલ્લામાંથી કુલ 65 લોકો સામે લોકડાઉન જાહેરનામાનો ભંગ કરતા લોકો સામે કલમ 188 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તંત્ર, સરકારી એજન્સીઓની વારંવારની સૂચના છતાં કોરોના વાઇરસને લઈને જાહેર કરવામાં આવેલા લોકડાઉનનો લોકો ભંગ કરી રહ્યા છે. મોરબી જિલ્લામાં આ જાહેરનામાનો ભંગ કરવા બદલ કુલ 65 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં મોરબી સીટી. એ.ડીવી. વિસ્તારમાંથી 36, બી.ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાંથી 10, મોરબી તાલુકા પોલીસ સ્ટે.ની હડમાંથી 3, વાંકાનેર સીટી.માંથી 5, વાંકાનેર તાલુકાની હદમાંથી 4, ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાંથી 3, હળવદ પો.સ્ટે. વિસ્તારમાંથી 2 તથા માળીયા મી. પોલીસ સ્ટેશનની હદમાંથી 2 આમ કુલ મળી 65 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જે પૈકી માળીયા. મી.ના 2 લોકો સામે તથા હળવદ પો.સ્ટે. વિસ્તારમાંથી 1 વ્યક્તિ સામે આઈ.પી.સી.ની કલમ 153, 505, (1), બી.સી., 188, 144 તથા ડિઝાસ્ટર મેનેઝમેન્ટ એક્ટ 54 મુજબ અલગથી ગુન્હો દાખલ કરાયો છે. આ કલમો મુજબ સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા પ્રકારના મેસેજના આદાન પ્રદાન માટે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/