મોરબી : મોરબીમાં લોકડાઉનને કારણે ઉદ્યોગો બંધ થઈ જતા રોજનું રોજ કમાઈને જીવન ગુજારતા મજુરો ભૂખ્યા ન રહે તેવા હેતુથી મોરબીના સીરામીક એસોસિએશન દ્વારા ગરીબોને રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એસોસિએશન દ્વારા ગરીબોને 15 દિવસ ચાલે એટલા રાશનની કુલ 1500 કીટનું વિતરણ કરવામાં આવશે. જેમાં તા. 4 અને 5ના રોજ 500 રાસન કીટનું વિતરણ કરાયું હતું. જેમાં એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા તથા ઉપપ્રમુખ ભાણજીભાઈ અને બાબુભાઈ ગડારા, જીજ્ઞેશ કૈલા તથા દિલીપભાઈ દલસાણીયા (આરોગ્ય વિભાગ)ના હાથે વિતરણ કરેલ છે. આ કાર્યમાં 100 કીટ - આર.એસ.એસ (હસ્તે. વિપુલભાઈ અઘારા), 7 કીટ - પોલ્યુશન ઓફિસ, 70 કીટ - મકનસર (વાદી વિસ્તાર), 35 કીટ - જુના મકનસર(દેવી પૂજક), 40 કીટ - મચ્છુમાં નગર (પાનેલી રોડ) જાંબુડિયા, 10 કીટ - પાનેલી રોડ (મેલડી માં મંદિર), 55 કીટ - જાંબુડિયા બોર 2 (મચ્છુ માં નગર - પાનેલી રોડ), 17 કીટ - રફાળેશ્વર (અંગાડીયવાડી બેન), 14 કીટ - જાંબુડિયા (શક્તિ નગર- સલાટ), 10 કીટ- ખોડિયાર મંદિર અને રફાળેશ્વર મંદિર (જાંબુડિયા & રફાળેશ્વર), 10 કીટ - મીલેનીયમ પેપર મિલની બાજુમા (જુના રફાળેશ્વર રોડ), 20 કીટ - ભડીયાદ ગામ (સરપંચ મંજુલાબેન), 75 કીટ - મોરબી પાંજરાપોળ (રફાળેશ્વર, મકનસર, લીલાપર) તેમજ અન્ય છૂટક જગ્યાએ 17 કીટ આપી ગઈકાલે કુલ 500 કિટનું વિતરણ કરાયું હતું.