મોરબી : મોરબી ખાતે આગામી તા.19ને રવિવારે 66- ટંકારા પડધરી વિધાનસભા બેઠકના ભાજપ પરિવારનું સ્નેહ મિલન યોજાશે વિક્રમ સંવત 2080ના નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ સાથે વર્લ્ડ કપ ફાઇનલ મેચ નિહાળવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ખાતે રામેશ્વર પાર્ટી પ્લોટમાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા સૌ કાર્યકર્તા ભાઈઓ-બહેનોને દિવાળી પર્વની શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવશે. કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહીતના અનેક મહેમાનો ઉપસ્થિત રહેશે. આ સ્નેહમિલનના કાર્યક્રમની સાથે ક્રિકેટ વર્લ્ડ કપ-2023ની ફાઈનલ મેચ ઢોલ-નગારા સાથે લાઈવ બીગ સ્ક્રીનમાં જોવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. તો આ કાર્યક્રમમાં સૌ કાર્યકર્તા ભાઈઓ-બહેનોને ઉપસ્થિત રહેવા મોરબી, પડધરી, ટંકારા તાલુકા ભાજપ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.