ગ્રામજનોની માનવતા મહેકી : પોલીસ અને 108 તાત્કાલિક સ્થળ પર પહોંચી : બાળકી સંપૂર્ણ સ્વસ્થ : વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની દેખરેખમાં બાળકીને સોંપવામાં આવી વાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાંથી આજે સવારે એક તાજી જન્મેલી તરછોડાયેલી બાળકી મળી આવી હતી સને ગ્રામજનોએ આ બાળકીને વ્હાલથી સાચવી રાખી 108ને તેમજ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.. જ્યાં તાત્કાલિક 108ની ટીમ અને પોલીસે પહોંચી તરછોડાયેલી બાળકીનું પ્રાથમિક ચેકઅપ કરતા સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવાં મળ્યું હતું. બાદમાં આ બાળકીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરની દેખરેખમાં સોંપી આપવામાં આવેલ છે. આ તરછોડાયેલી બાકી અંગે જો કોઈ વ્યક્તિ કાંઈ જાણતા હોય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન પીએસઆઈ બી.ડી પરમાર ના મોં.નં. ૯૯૭૯૪૯૭૦૨૦ પર સંપર્ક કરવો અથવા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ૦૨૮૨૮૨૨૦૬૬૫ પર માહિતી આપવા અનુરોધ કરાયો છે.વાંકાનેર પોલીસે સરપંચની ફરિયાદના આધારે બાળાને તરછોડી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.