મોરબીની જ્ઞાનપથ વિદ્યાલયમાં શિબિરનું આયોજન મોરબી : શ્રી ગાયત્રી ચેતના કેન્દ્ર- મોરબી દ્વારા આગામી તારીખ 14 મેથી 18 મે સુધી મોરબીના શનાળા રોડ પર આવેલી જ્ઞાનપથ વિદ્યાલય ખાતે નિ:શુલ્ક યોગ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.ગુરુદેવ રામ શર્મા આચાર્યના 'સ્વસ્થ શરીર, સ્વચ્છ મન, સભ્ય સમાજ' એ અભિયાન અંતર્ગત દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય હરિદ્વારના પ્રતિનિધિ દ્વારા યોગ અને આસન પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે. જ્ઞાનપથ વિદ્યાલય ખાતે યોજાનાર યોગ પ્રશિક્ષણ શિબિરમાં દરરોજ સવારે 5 થી 7 વાગ્યા સુધી શિબિર પ્રશિક્ષક રામસિંહજી યાદવ (યોગાચાર્ય) હાજર સૌને પ્રશિક્ષણ આપશે. આ શિબિરમાં કોઈપણ ભાઈઓ-બહેનો વિનામૂલ્યે ભાગ લઈ શકે છે. શિબિરમાં આવનારે આસન પટ્ટો, પાણીની બોટલ, નેપકીન તથા નોટ પેન સાથે લઈને આવવા જણાવ્યું છે.