ધર્મપ્રેમી સજ્જનોના ઘરે જઈને પણ વિનામૂલ્યે યજ્ઞ કરી અપાશેમોરબી અપડેટ : મોરબીમાં ધર્મપ્રેમી જનતા માટે એક અનોખા અને પ્રેરણાદાયક ધાર્મિક પ્રકલ્પની શરૂઆત કરવામાં આવી છે. આજરોજ તારીખ 11 ઓગસ્ટ 2026 થી મોરબી-2 ખાતે આવેલ ઉમા ટાઉનશીપમાં બહેનો દ્વારા સાપ્તાહિક વૈદિક યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ યજ્ઞની વિશેષતા એ છે કે તેનું સમગ્ર સંચાલન 'નારી શક્તિ' (બહેનો) દ્વારા જ કરવામાં આવશે. આર્યસમાજ દક્ષિણ મોરબીની નિશ્રામાં શરૂ કરાયેલા આ પ્રકલ્પમાં માર્ગદર્શક તરીકે મારુતિ સાહેબ સેવા આપશે. આ સાપ્તાહિક વૈદિક યજ્ઞ દર ગુરુવારે યોજાશે અને તે સંપૂર્ણપણે સાર્વજનિક રહેશે, જેમાં કોઈપણ જ્ઞાતિ કે સમાજના લોકો ભાગ લઈ શકશે. તેમજ આ પવિત્ર કાર્ય માટે કોઈપણ પ્રકારનો ચાર્જ કે ફંડ ફાળો ઉઘરાવવામાં આવશે નહીં.વધુમાં, આર્યસમાજ દક્ષિણ મોરબી દ્વારા યજ્ઞ કુંડ અને તમામ જરૂરી સામગ્રી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. એટલું જ નહીં, જો કોઈ ધર્મપ્રેમી સજ્જનો પોતાના ઘરે યજ્ઞ કરાવવા માંગતા હોય, તો તેમના ઘરે જઈને પણ કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વિના યજ્ઞ કરી આપવામાં આવશે.આ આધ્યાત્મિક સેવાનો વધુમાં વધુ લાભ લેવા માટે મોરબીની ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. યજ્ઞ અંગેના આયોજન માટે રામજીભાઈ બાવરવા (9913101987) અથવા આંબાભાઈ કુંડારીયા (9979873778) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #VedicYagna #AryaSamaj #WomenEmpowerment #NariShakti #Spiritual #Morbi