છ મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો અને સગર્ભાઓને ટીપા પીવડાવાશે મોરબી : મોરબીમાં બાળકો માટે વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં છ મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો તથા પ્રેગ્નેન્ટ લેડીઝને આ ટીપા પીવડાવવામાં આવશે. બાળકો માટે વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા પીવડાવવાના કેમ્પનું આયોજન આવતીકાલે તા.10ને રવિવારના રોજ સવારે 10 થી 12:30 અને સાંજે 4:30 થી 6 વાગ્યા સુધી સોરઠીયા લુહાર વાડી,સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, નાળા રોડ,મોરબી ખાતે કરવામાં આવ્યું છે.આયુર્વેદિક જીવનશૈલી દ્વારા દર મહિને પુષ્યનક્ષત્ર પર બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા,શારીરિક તથા માનસિક વિકાસમાં વૃદ્ધિ કરવા,રોગો સામે લડવા માટે ત્રણ હજાર વર્ષ જૂનું આયુર્વેદિક રસીકરણ મંત્રોષધી સુવર્ણપ્રાશન ડ્રોપ્સ પીવડાવવામાં આવશે.જેમાં છ મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો તથા સગર્ભાઓને આ ટીપા પીવડાવવામાં આવશે.