મોરબી : મહેન્દ્રનગરના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ બોપલીયા અને સરપંચ હેતલબેન મૂછડીયા દ્વારા જનતાની નિ:શુલ્ક સેવા માટે મહેન્દ્રનગર ચોકડી પાસે લોક સેવા સેન્ટરની શરૂઆત કરવામાં આવેલ છે. અશ્વિનભાઈ બોપલીયાએ જણાવ્યું હતું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ શક્ય છે ત્યારે અમે પ્રજાની સાથે રહીને અમારા વિસ્તારના લોકો માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતી તેમજ તમામને જરૂરી મદદ કરીને મહેન્દ્રનગરને આધુનિક મહેન્દ્રનગર બનાવવાના અમારા કરેલ વાયદાઓને પૂર્ણ કરવા સતત કર્યો કરતા રહીશું. તેમણે વધુ માહિતી આપતા કહ્યું હતું કે અમારા લોક સેવા સેન્ટર પરથી પ્રધાનમંત્રી જન-ધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, આમ આદમી વીમા યોજના, સુરક્ષા બંધન યોજના, સુરક્ષા ડિપોઝીટ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFYB), પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY), બેટી બચાઓ અભિયાન, સર્વ શિક્ષા અભિયાન, મુખ્યમંત્રી અમૃતમ “મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના અને અન્ય યોજનાઓ જેવી કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના (વૃદ્ધ પેન્શન યોજના- રાજ્ય સરકાર), વિકલાંગ પેન્શન યોજના, વિકલાંગ પેન્શન યોજના-સંત સુરદાસ યોજના ( રાજ્ય સરકારની યોજના), પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), વિદ્યા સાધના યોજના, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, ટેલેન્ટપુલ સ્કુલ વાઉચર’ યોજના, કોચીંગ ફી આપવાની યોજના, વોકેશનલ તાલીમ કેન્દ્ર પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી મોડ) સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ (IDDP), વેલાવાળા પાકો માટે મંડપ બનવવા માટે સાધન સહાય યોજના, કૃષિ વૈવિધ્યપૂર્ણ પ્રોજેક્ટ યોજના, માનવ ગરિમા યોજના, અનુ. જનજાતિની કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરુ યોજના, પુરક પોષણ યોજના (દૂધ સંજીવની), એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા યોજના, અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના, મોડેલ શાળા યોજના, વ્યક્તિગત ધોરણે આવાસ માટે નાણાકીય સહાય અનુસુચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન જેવી તમામ સરકારી યોજનાઓની માહિતી તેમજ માર્ગદર્શન આપશું. આગામી દિવસોમાં મહેન્દ્રનગરનો સર્વાંગી વિકાસ થાય અને સત્તામાં બેઠલા અધિકારીઓ તેમજ રાજકીય પક્ષોને પ્રજાલક્ષી કર્યો કરાવીશું. ચૂંટણીમાં હારવું કે જિતવું એ મહત્વનું નથી પણ પ્રજાના સેવક બનીને મતદારોના કામો કરીને મતદારોને ન્યાય આપવાની લડત પણ લડતા રહીશું, તેવા વિશ્વાસ સાથે મહેન્દ્રનગરના સરપંચ હેતલબેન મુછડિયાએ કહ્યું હતું અને કાર્યકર્તાઓ સાથે રહીને ભવિષ્યમાં વધુ સારા કામ થાય તેવા આયોજન પણ કરીશું. લોક સેવા સેન્ટર સરકારી રજા તેમજ રવિવાર સીવાય રોજ સાંજે 3 થી 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.