મોરબી : મોરબીમાં રાહત દરે મેડિકલ નિદાન-સારવાર માટે કાર્યરત ફિઝીઓ કેર - ફીઝીઓથેરાપી અને રીહેબિલીટેશન સેન્ટરના બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે આગામી તા. 4 જુલાઈને રવિવારે સવારે 8-30થી 12-30 કલાકે સ્વામિનારાયણ સંસ્કારધામ ઈમેજીંગ સેન્ટર ખાતે ફ્રી ફીઝીઓથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડો. કેશા અગ્રવાલ શાહ (MPT, BPT, MIAP) અને તેમની ટીમ સેવા આપશે. આ કેમ્પમાં સાયટીકા, ગાદી ખસવી, સાંધાના વા, ઘુંટણનો ઘસારો, કમર, ગરદન, ઢીંચણ, ખભા, એડીનો દુ:ખાવો, ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, ઉપવા, સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રના રોગો, બેલેન્સ પ્રોબ્લેમ, તમાકુ, કેન્સરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલાં અને પછીની કસરતો, વજન ઘટાડવું સહિતની નિદાન-સારવાર સેવા અપાશે. કેમ્પનો લાભ લેવા માટે 81602 82456 અથવા 98986 45670 પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ફાઇલ, એકસ-રે તથા રીપોર્ટ કરાવેલ હોય તો સાથે લાવવાના રહેશે.કેમ્પમાં સામેલ દર્દીઓને યોગ્ય ભેટ આપવામાં આવશે.