મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર - મોરબી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા દર મહિનાના 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર ખાતે વિનામુલ્યે સર્વજ્ઞાતિય નેત્રમણી- નેત્રયજ્ઞનું આયોજન કરવામા આવે છે જે અંતર્ગત 4 જાન્યુઆરીએ નિઃશુલ્ક નેત્રયજ્ઞ યોજાશેમોરબી જલારામ મંદિર ખાતે સ્વ. છબીલદાસ કરમશીભાઈ કોટેચા (હ.ગીરીશભાઈ તથા ભરતભાઈ) પરિવારના સહયોગથી તા. 4 જાન્યુઆરીને ગુરૂવારે સવારે 9 થી 12 કલાકે વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468 , હરીશભાઈ રાજા- 9879218415, નિર્મિતભાઈ કક્કડ- 9998880588, અનિલભાઈ સોમૈયા- 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યુ છે.