અત્યાર સુધીના 25 કેમ્પમાં કુલ 8085 લોકોએ લાભ લીધોમોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા તા. 4 નવેમ્બરને શનિવારે સવારે 9 થી 12 કલાકે મોરબીના સ્વ. મનહરલાલ હરીલાલ રવાણી પરિવાર દ્વારા વિનામુલ્યે સર્વજ્ઞાતિય નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધારકાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-9825082468, હરીશભાઈ રાજા- 9879218415, નિર્મિતભાઈ કક્કડ- 9998880588, અનિલભાઈ સોમૈયા- 8511060066 પર સંપર્ક કરવા સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 25 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 8085 લોકોએ લાભ લીધો હતો .તેમજ 3505 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.